/connect-gujarat/media/post_banners/514b9f76416ee7acc004a1282b09c0229c7a937dd7d27fbba79bc351a17c6da2.jpg)
સુરતમાં ચાલુ મતદાને ભાજપને મત આપવાની અપીલનો વિડીયો બનાવનાર ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસહિતા ભંગનો ગુનો દાખલ કરી પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી.
પ્રથમ તબક્કાના મતદાનના દિવસે પાંડેસરા વોર્ડના કોર્પોરેટર શરદ પાટીલ જીવન વિકાસ સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા,લ. મતદાન કર્યા બાદ મથક બહાર લોકોને ભાજપના ચિન્હ સાથે ભાજપને વોટ આપવાનો કહેતો વિડીયો બનાવ્યો હતો.શરદ પાટીલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે ખરા ના લખાણ વાળો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ ચૂંટણી પંચ દ્વારા નગર સેવક શરદ પાટીલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં આચાર સહિતા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.