Connect Gujarat
સુરત 

સુરત : વિદેશોમાં ભારતનો પાસપોર્ટ નજરે પડતાં જ ભારતીયોઓને મળે છે સન્માન : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

X

સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં અગ્રવાલ સમાજના સંમેલનમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સુરત શહેરના વખાણ કરતા જણાવ્યું હતું કે, સુરત અનોખું શહેર છે. સુરત ભૂતકાળમાં બદનામ હતું. પરંતુ સુરતની છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકારે કાયાકલ્પ કરી છે. સુરતને આગળ લાવવા અગ્રવાલ સમાજનું યોગદાન છે. પ્રધાનમંત્રી મોદીએ દેશનું ચિત્ર અને ચરિત્ર બદલ્યું છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છનું પુનર્વસન કર્યું હતું. આજે ગુજરાત વિકસિત રાજ્ય બન્યું છે. આજે કોઈ વિદેશમાં જતા હોય અને પાસપોર્ટ જોય તો સન્માનની નજરથી જોવામાં આવે છે, આ કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે.

તો બીજી તરફ, અગ્રવાલ સમાજના સંમેલનમાં ઉપસ્થિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે સુરક્ષાનું મોડલ આપ્યું છે. 2002 પહેલા સુરતની એવી ગલીઓ હતી, જ્યાંથી પસાર થવું મુશ્કેલ હતું. પરંતુ BJPની સરકારે આ બદલ્યું છે. આજે સુરતની સુરત બદલાઈ છે. સુરતને ટેક્સટાઇલ પાર્ક આપવામાં આવશે, જેથી હવે સુરત વિકાસના પંથે છે. સુરતમાં ઉઠામણાના કેસોને લઈ કામ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોને રૂપિયા પરત આપવામાં આવ્યા છે. આ સાથે જ સુરતની 12 બેઠકો પર અગ્રવાલ સમાજ ભાજપને જીત અપાવવા કામે લાગ્યં છે.

Next Story