/connect-gujarat/media/post_banners/2bf1e357a39edfd606c6f6b4f8deb77a4b645c472ce6aeafb148f2a649e29fff.jpg)
જૂની અદાવતમાં સુરતમાં રામપુરા વિસ્તારના બુટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ તંગ થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં.
સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6 થી 7 જેટલા યુવાનોએ આ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મસીન કાલિયા વિરુદ્ધ લાલગેટ પોલીસ અને CPને કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા અગાઉ પણ માથાકૂટ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો છે. આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. હાલ તો લાલગેટ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.