સુરત : પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને મળ્યો ન્યાય,શીતલ કળથીયા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.

New Update
  • પહેલગામમાં થયો હતો આતંકી હુમલો

  • 28 નિર્દોષ નાગરિકોના નિપજ્યા હતા મોત

  • ભારતીય સેનાએ હુમલાનો લીધો બદલો

  • થલ અને વાયુ સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું

  • આતંકી ઠેકાણાઓને કર્યા ધ્વસ્ત 

  • 90 આતંકીઓનો કરાયો સફાયો

  • સુરતના શૈલેષ કળથીયાના પત્નીએ આપ્યું નિવેદન

  • ભારતીય સેનાએ મૃતકોને અપાવ્યો ન્યાય

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા આતંકી હુમલામાં 28 નિર્દોષ નારગિકોએ જીવ ગુમાવ્યા હતા,બદલામાં ભારત દ્વારા એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા અને આતંકીઓને ઉડાવી દીધા હતા.ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લીધેલા બદલાને  મૃતક શૈલેષ કળથીયાની પત્નીએ આવકર્યો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.જોકે આ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતની થલ અને વાયુ સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓના ઠેકાણા ઉડાવી દીધા હતા.અને આ હુમલામાં 90 જેટલા આતંકીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભારત દ્વારા મધ્યરાત્રી બાદ પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂર હેઠળની કાર્યવાહીને પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના શૈલેષ કળથીયાની પત્ની શીતલ કળથીયાએ ભારત સરકારની ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને બિરદાવી હતી.અને ભારતીય સેનાએ આતંકી હુમલામાં મોતને ભેટેલા નાગરિકોનાં મોતનો બદલો લઈને ન્યાય અપાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
Latest Stories