Connect Gujarat
સુરત 

સુરત : યુવતીના શંકાસ્પદ મોતની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, પરિવારે સ્વીકાર્યો મૃતદેહ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપના કપલ બોકસમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા છે

X

સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપના કપલ બોકસમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી તેના અંતિમ સંસ્કાર કર્યા છે...

સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી કેસલ નામના કોફી શોપના કપલ બોકસમાં એક યુવક અને યુવતી દાખલ થયાં હતાં. દોઢ થી બે કલાકનો સમય વીતી ગયો હોવા છતાં બંને બહાર નહિ આવતાં શોપના માલિકે કેબીનમાં તપાસ કરતાં બંને બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. બંનેને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. દરમિયાન યુવતીનું મોત થઇ જતાં સારવાર લઇ રહેલો અને તેની સાથે આવેલો યુવાન ફરાર થઇ ગયો હતો. મૃતક યુવતીના પરિવારે તેમની દીકરીની ઝેર આપી હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જયાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આખી ઘટના પર નજર નાંખવામાં આવે તો ઓરિસ્સાનો સાહુ પરિવાર ડિંડોલીમાં રૂક્ષ્મણી સોસાયટીમાં રહે છે. તેમની 21 વર્ષિય દીકરી મધુસ્મિતા સોમવારે સાંજે મિત્ર મોહમદ મદની સાથે મહાવીર કોલેજ પાસે રાજડ્રીમ કોમ્પ્લેક્સમાં કોફી કેસલ કપલ બોક્સ શોપમાં ગઈ હતી. મધુસ્મિતાના પિતા સુશાંત સાહુએ કહ્યું, મારી એકની એક દીકરી ક્યારેય સુસાઈડ ન કરી શકે, તેની હત્યા કરાઈ છે. બીજી તરફ પોલીસ કમિશ્નર અજય તોમરે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો હુકમ કરતાં પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા હતાં.

Next Story