/connect-gujarat/media/post_banners/9bbf8b0e79228819ef3d7fac921a5b9d1e1f997ba7f20607aaa981f528f350b2.webp)
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે, ત્યારે યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે ફરજિયાત ફિટનેસ સર્ટિફિકેટ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી આગામી તા. 27 ફેબ્રુઆરીથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવનાર છે.
દરવર્ષે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ જાય છે, ત્યારે યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે કોઈ અગવડતા ન પડે તે માટે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે તમામ પ્રક્રિયા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં આવેલી ઓપીડી નં. 12માં શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટેની કરવામાં આવેલી અલાયદી વ્યવસ્થા અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટેની જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં આવેલી ઓપીડી નંબર 12માં ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધાળુઓ માટેની ફિટનેસ ઓપીડી સોમવારથી શુક્રવાર દરમિયાન ચાલશે. જેના કેસ પેપર સવારે 8થી બપોરે 12.30 વાગ્યા સુધી કાઢવામાં આવશે. આ સાથે જ ઓપીડીમાં મેડિકલ ઓફિસર અને નર્સિસ સહિતનો સ્ટાફ હાજર રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.સુરત : અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે કરાય અલાયદી વ્યવસ્થા