અલથાણમાં દારૂ પાર્ટીનો મામલો
ઉદ્યોગપતિ દ્વારા યોજવામાં આવી હતી પાર્ટી
પાર્ટી પૂર્વે જ પોલીસે કરી હતી રેડ
PSI સાથે જૈનમ શાહે કરી હતી ઝપાઝપી
આખરે પોલીસે જૈનમની કરી ધરપકડ
સુરતના અલથાણમાં ઉદ્યોગપતિની દારૂ પાર્ટી પૂર્વે પોલીસે રેડ કરી હતી,જેમાં PSI સાથે ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહે ઝપાઝપી કરી હતી,જે ઘટનામાં આખરે પોલીસે જૈનમની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલા દારૂની પાર્ટી યોજાય તે પહેલાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન PSI સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ જૈનમ શાહને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી.
ઘટનાની શરૂઆતમાં અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની બેદરકારી પર અનેક સવાલો ઉઠ્યા હતા. લોકો દ્વારા આંગળી ચિંધાતા અને મામલો ગરમાતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
આખરે પોલીસ તંત્રની બેદરકારી પર સવાલો ઉઠતા અને દબાણ વધતાં અલથાણ પોલીસે જૈનમ શાહ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.