/connect-gujarat/media/post_banners/8af370142a5ee940962c4da1c218cb8b73a54fdd72763dff550067ab16b822ef.jpg)
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગીતા પર આપેલા નિવેદનને લઈને સુરતમાં રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ સિંહના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ એક નિવેદનને કારણે વિવાદોમાં છે. દિલ્હીમાં એક પુસ્તકના વિમોચનમાં સામેલ શિવરાજ પાટીલે જણાવ્યું હતું કે, જેહાદ માત્ર કુરાન નહીં પણ ગીતામાં પણ છે. જીસસમાં પણ જેહાદ છે. જોકે, આ નિવેદનને લઈને શિવરાજ પાટીલનો દેશભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ તરવાડી નજીક રાષ્ટ્રીય સેના દ્વારા શિવરાજ પાટીલના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવી ચપ્પલ વડે મારવામાં આવ્યો હતો. આ સાથે જ શિવરાજ પાટીલના કોંગ્રેસમાંથી રાજીનામાની પણ ઉગ્ર માંગ કરી હતી. ઉપરાંત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કોંગ્રેસના નેતા દ્વારા જ ગીતા પર આપેલા નિવેદનને લઈને પ્રતિક્રિયા આપવા પણ રાષ્ટ્રીય સેના દ્વારા માંગ કરવામાં આવી હતી.