Connect Gujarat
સુરત 

સુરત : વ્યાજખોરી વિરૂદ્ધ કામરેજ પોલીસની મુહિમ, લોકોમાં જાગૃતતા લાવવા કર્યું ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ...

કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.

X

સુરત જિલ્લામાં કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.

સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ઇસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે કામરેજ પોલીસે વ્યાજખોરી વિરૂદ્ધ નવતર પ્રયોગ કર્યો હતો. કામરેજ પોલીસે જાહેર કરેલ હેલ્પ લાઈન નંબરની પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું. તેમજ વ્યાજખોરો કે, અસમાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી હતી। કામરેજ પોલીસની કામગીરી સ્થાનિકોએ આવકારી હતી. તો બીજી તરફ, સરકાર દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ માલ્ટા જ સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. કામરેજ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમજ 4 જેટલા વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હજુ પણ એક પછી એક વ્યાજખોરોની અટક કરવા પોલીસે તૈયારી બતાવી છે.

Next Story