સુરત : દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન નિગમ સજ્જ,1600 જેટલી બસો દોડાવવામાં આવશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી

New Update
  • ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ

  • સુરતથી દિવાળી પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

  • 1600 જેટલી બસો દોડાવવાનું કરવામાં આવ્યું આયોજન

  • આગામી તારીખ 16થી 19 દરમિયાન ઉપડશે બસો

  • ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,દાહોદ સહિતના રૂટ પર દોડશે બસો

સુરતથી દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી છે.

સુરત ખાતે ગુજરાત રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી,જેમાં હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધન કરતા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરતથી આ દિવાળી પર 1600 જેટલી એસટી બસો દોડાવવામાં આવશે.

આગામી તારીખ 16થી 19 દરમિયાન બસ ઉપડશે.વધુમાં સુરતથી ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,દાહોદ સહિત અલગ અગલ જિલ્લામાં બસો યાત્રીઓની સેવા માટે દોડાવવામાં આવશે. અને યાત્રીઓ એસટી બસ માટે ઓનલાઇન ટિકિટ પણ બુક કરાવી શકશે.વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જો જરૂર જણાશે તો વધુ એસટી બસ દોડાવવાની ખાતરી પણ તેઓએ આપી હતી.

Latest Stories