New Update
સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટેક્સ પ્લાઝો હોટલમાં ક્ષતિગ્રસ્ત લિફટે યુવકનો ભોગ લીધો હતો. ઘટના સંદર્ભે પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેઈનટેનન્સ મામલે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
હોટલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેઈનટેનન્સ મામલે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ
સુરતના રીંગરોડ સલાબતપુરા વિસ્તારમાં આવેલ હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરળથી એક દંપતી આવીને રોકાયું હતું. કેરલ થી સુરત ખરીદી કરવા માટે આ દંપત્તિ અહીં આવ્યું હતું.ત્યારે રણજીત બાબુ હોટલની લિફ્ટમાં બેસવા માટે જતા લિફ્ટ વગર જ તેનો મુખ્ય ગેટ ખુલી ગયો હતો,અને રણજીત બાબુ લિફ્ટ આવી ગઈ હોવાનું માનીને અંદર પ્રવેશ કરવા જતા સીધા લિફ્ટના બેઝમેન્ટમાં પટકાયા હતા અને કરુણ મોતને ભેટ્યા હતા.સમગ્ર ઘટનામાં રણજીત બાબુના પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા,હાલમાં પોલીસે ઘટના મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
સુરત રીંગરોડ સલાબતપુરા વિસ્તારમાં આવેલી હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરળના યુવકના મોતને પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે,અને મૃતક રણજીત બાબુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરુ કરી છે.પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ મેળવીને તેમજ FSLની મદદ લઈને હોટલની ટેક્નિકલ બાબતોની પણ તપાસ પોલીસ કરી રહી છે,જો લિફ્ટના મેન્ટેનન્સમાં ખામી જણાશે તો હોટલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
Latest Stories