સુરત : BRTS બસમાં પોતાને રોયલ કાઠિયાવાડી કહી ડ્રગ્સ બતાવનાર કેતન ઠક્કરની ધરપકડ

સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો..

New Update
  • BRTS બસમાં નશેબાજ યુવકનો મામલો

  • પોલીસે મહારાષ્ટ્રથી આરોપીની કરી ધરપકડ

  • યુવકે ડ્રગ્સના નશામાં બસમાં કરી હતી બબાલ

  • સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાઇરલ

  • પોતે રોયલ કાઠિયાવાડી હોવાની આપી ઓળખ   

  • આરોપીની પોલીસે સાન ઠેકાણે લાવી દીધી 

સુરતમાં એક યુવકે ડ્રગ્સના નશામાં BRTS બસમાં રોફ જમાવ્યો હતો.અને ચપ્પુ બતાવી મુસાફરોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકે તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરને બતાવ્યું હતુંઅને પોતાને રોયલ કાઠિયાવાડી તરીકે ઓળખાવતો હતો.આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ચાલીસ ગામમાંથી યુવકને ઝડપી લઈને તેની સાન ઠેકાણે લાવી દીધી હતી.

સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો હતો. બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક અન્ય મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો.

વધુમાં ડ્રગ્સના નશામાં યુવકે રોફ જમાવતા બસના મુસાફરોને કહ્યું હતું કે પોતાની પાસે દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને તે રોયલ કાઠિયાવાડી છે.વધુમાં યુવકે તેના પર્સમાંથી રૂપિયા 5000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવ્યું હતું. તેમજ ચપ્પુ કાઢી બસના મુસાફરોમાં દહેશત ફેલાવી હતી.

જોકેઆ ઘટના બાદ યુવક ચપ્પુ વરાછા વિસ્તારમાં ફેંકીને ગુજરાત બહાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. આ વાયરલ વીડિયો સાયબર સેલ દ્વારા પોલીસને મોકલવામાં આવ્યો હતો. જેના આધારે મહિધરપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત 10 ટીમો બનાવી યુવકની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસે યુવકની મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસ ગામથી ધરપકડ કરી હતી,અને તેની બધી મસ્તી પોલીસે ઉતારીને તેનું સરઘસ કાઢ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેયુવકનું નામ વીરેન્દ્ર ઉર્ફે વીરૂ ઉર્ફે વિરાંચી ઉર્ફે કેતન ઠક્કર ઉ.વ. 30 છે. આ યુવક અગાઉ સુરત શહેરના ચોકબજારસિંગણપોરકતારગામરાંદેર સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી સહિતના 9થી વધુ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. વર્ષ 2019માં પાસા હેઠળ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કેઆરોપી છેલ્લા ઘણા મહિનાઓથી MD ડ્રગ્સનો વ્યસની છે. તેણે કબુલાત આપી છે કેજ્યારે ડ્રગ્સની જરૂર પડે ત્યારે તે મુંબઈ જઈને ડ્રગ્સ ખરીદી લાવતો હતો. છેલ્લી વખત તેણે મહારાષ્ટ્રથી ડ્રગ્સ એક અઠવાડિયા પહેલા ખરીદ્યું હતું. પોલીસ હવે ડ્રગ્સ કોની પાસેથી લાવતો હતો અને તેનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તે અંગે તપાસ કરી રહી છે.

Latest Stories