સુરત: પીપોદરા નજીક અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો,પોલીસે ૬ લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપાયા

કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા ૨૯૮ બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત ૭૮.૯૨ લાખ સહિત કુલ રૂ.૯૩.૧૨ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા

New Update
સુરત: પીપોદરા નજીક અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો,પોલીસે ૬ લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરતથી વારાણસી કાપડના ટાંકા ભરી જતી ટ્રકને નેશનલ હાઇવે નં ૪૮ પર સુરતના કોસંબા પોલીસ મથકની હદમાં આવેલ પીપોદરા ગામ નજીક એક કન્ટેનરથી ટ્રકને આંતરી ટ્રક ચાલકને મારમારી બંદૂક તેમજ ચપ્પુની અણીએ અપહરણ કરી રૂપિયા ૯૩.૧૨ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટનાનામાં સુરત જિલ્લા LCB પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી ૧.૮ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે.પોલીસે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં રિંકુ ઇન્ટરનેશનલ સ્કૂલની સામેથી લૂંટની ટ્રક કબ્જે કરી આરઓપીઓની ધરપકડ કરી છે.

કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રક ચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા ૨૯૮ બોક્ષ આર્ટ સિલ્કના સમાનની જેની કિંમત ૭૮.૯૨ લાખ સહિત કુલ રૂ.૯૩.૧૨ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા જે ઘટના અંગે ગંભીરતા દાખવી સુરત જિલ્લા LCB પોલીસ તપાસ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પીપોદરા ગામેં હાઇવે પર થયેલા અપહરણ અને લૂંટના આરીપીઓ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંત્રોલી ગામની સીમમાં રિકુ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક કડોદરાથી ગોડાદરા જતા માર્ગ ઉપર ટ્રક માંથી લૂંટનો મુદ્દામાલ કન્ટેનરમાંથી સગેવગે કરી રહ્યા છે જેથી પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી દરમિયાન ઘટના સ્થળેથી પોલીસે ૬ આરોપી ધરપકડ કરી હતી અને ૧.૮ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

Latest Stories