સુરત : કે.પી. સંઘવી ડાયમંડ કંપનીના કોર કમિટીના નિર્ણયથી 8 હીરા વેપારીઓને “રાહત”, ચેક રિટર્ન કેસ પરત ખેંચાશે..!

કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને તેના લેણદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો નાણાકીય વિવાદ હવે સમાધાન તરફ આગળ વધતાં વેપારી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો

New Update
  • હીરા વેપારીઓના ધરણા મામલે તપાસકર્તા કમિટીનો સર્વે

  • કે.પી. સંઘવી ડાયમંડ કંપની સામેના વિવાદમાં મોટી રાહત

  • કંપનીના કોર કમિટીના નિર્ણયથી હીરા વેપારીને મોટી રાહત

  • 12માંથી 8 હીરા વેપારીના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો

  • ચેક રિટર્ન કેસ પરત ખેંચવામાં આવશે : કંપની કોર કમિટી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કે.પી.સંઘવી ડાયમંડ કંપની અને તેના લેણદારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો નાણાકીય વિવાદ હવે સમાધાન તરફ આગળ વધતાં વેપારી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કે.પી.સંઘવી ડાયમંડ કંપનીમાંથી વર્ષ 2019માં વરાછા સ્થિત કે.પી.સંઘવી ડાયમંડ કંપનીમાંથી દલાલો અને હીરા વેપારીઓએ 5 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીના હીરા ખરીદ્યા હતા. કુલ મૂલ્ય આશરે 8 કરોડ રૂપિયાથી વધુ થતી હતી. આ રકમનો મોટો ભાગ હજુ સુધી પેન્ડિંગ છે. રફ હીરાની ખરીદી બાદ વ્યાપારમાં મંદી અને ત્યારબાદ કોરોનાની મહામારીના કારણે ભારે આર્થિક નુકશાન થતાં કેટલાક દલાલોએ નાદારી જાહેર કરી હતી.

આ વિવાદના પડઘા સુરતના વેપાર વર્ગમાં વ્યાપક રીતે પડ્યા હતા. ત્યારબાદ ડાયમંડ એસોસિયેશનની મધ્યસ્થીથી કેટલાક વેપારીઓએ દરદાગીનામિલકત વેચાણ તથા અન્ય સાધનો વડે કંપનીનો હિસ્સો ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કંપની તરફથી આપવામાં આવેલા સિક્યુરિટી ચેક ડિપોઝિટ કરીને રિટર્ન કરાવવાના કેસો દાખલ કરાયા હતા. તો બીજી તરફઆ મામલે વેપારી પરિવાર દ્વારા ધરણાં પ્રદર્શન પણ યોજાયા હતા.

જોકેસમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યું જ્યારે કે.પી.સંઘવી ડાયમંડ કંપની દ્વારા એક કોર કમિટી રચવામાં આવી. આ કમિટીએ વિવાદગ્રસ્ત તમામ 12 હીરા વેપારીઓનો વર્તમાન આર્થિક સર્વે હાથ ધરી રહ્યો. આ સર્વેમાં સામે આવ્યું કે8 વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છેઅને તેમણે અગાઉ પણ ચુકવણી માટે જેહમત ઉઠાવી છે. જેના આધારે કોર કમિટીએ તેમણે રાહત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે વેપારીઓના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.