સુરત: પોલીસ પ્લેટવાળી કારમાં દારૂની મહેફિલ, કારનાં દલાલોએ પોલીસના નામનો કર્યો ખોટો ઉપયોગ

સુરતના સરથાણા વાલક પાટીયા પાસે પોલીસ પ્લેટવાળી કારમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાઇ ગયા હતા,વધુમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ હોવાનું જણાવી પૈસા પણ ન ચુકવતા મામલો બિચક્યો હતો. 

New Update

સુરત સરથાણામાં કારમાં દારૂની મહેફિલ

પોલીસ પ્લેટ લગાવેલી કાર માંથી મળ્યો દારૂ

બે શખ્સોએ પોલીસ હોવાની આપી ઓળખ

હોટેલમાં નાસ્તો કર્યા બાદ પૈસા પણ ન ચૂકવ્યા

સ્થાનિકો સાથે ઘર્ષણ થતાં સમગ્ર મામલો આવ્યો બહાર 

સુરતના સરથાણા વાલક પાટીયા પાસે પોલીસ પ્લેટવાળી કારમાં બે શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાઇ ગયા હતા,વધુમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ હોવાનું જણાવી પૈસા પણ ન ચુકવતા મામલો બિચક્યો હતો. 

સુરતના સરથાણા વાલક પાટીયા પાસે એક કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ હતી. અને આ કારમાં સવાર બે શખ્સો લોકો સાથે ખરાબ વર્તન કરતા હતા, હોટેલમાં નાસ્તો કર્યા બાદ આ બે શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પૈસા ચૂકવ્યા નહતા,અને ત્યાર બાદ સ્થાનિકો સાથે માથાકૂટ કરી હતી. સ્થાનિકોની તપાસમાં પોલીસ પ્લેટ લગાવેલી કારમાંથી બીયર સહિત વિદેશીદારૂની બોટલ મળી આવી હતી,અને કારમાં આ શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, તેથી સ્થાનિક લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો,જયારે પોલીસ દ્વારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો,તેમજ કારમાં દારૂ પીતા શખ્સો  જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબડ હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને શખ્સ કારની લે-વેચના ધંધા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી,અને વધુ તપાસ શરૂ કરી હતી.    

#Gujarat #CGNews #police #Surat #car #surat police #Liquor Party #Two accused Arrested
Here are a few more articles:
Read the Next Article