Connect Gujarat
સુરત 

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું “સુરત”

અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે

X

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરની વિવિધ કચેરીઓ તથા સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તો બીજી તરફ, સુરત જિલ્લા ભાજપ કાર્યાલયને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે, ત્યારે સુરત શહેરની કાપડ અને હીરા માર્કેટો સહિત ફેક્ટરીઓ તેમજ સોસાયટીઓ તથા સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તો બીજી તરફ, સુરત જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને કાપડ ઈન્ડસ્ટ્રીમાં બુસ્ટ આવ્યું છે. ભગવા રંગના ઝંડા, ભગવાનના વાઘાં, ઘાર્મિક કાપડની ડિમાન્ડ 25 ટકા વધી છે. મૂર્તિ પાછળના પડદાના કપડાની પણ ડિમાન્ડ રહેતાં શહેરના 150 વેપારીઓ પાસે માલ ખૂટી પડ્યો છે. યુપી, બિહાર, બંગાળ, આસામ, રાજસ્થા

Next Story