સુરત : ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈને પુણા વિસ્તારના સ્થાનિકોનો વિરોધ

સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.

New Update

સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.

સુરત શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાર રસ્તાઓ પર 2 સાઈડમાં વાહનોનો વધુ ધસારો રહેતો હોય છે, જ્યારે ચારેય રસ્તાઓ પર 40થી 50 સેકન્ડ અપાતી હોવાથી જે સાઈડ પર બિલકુલ ટ્રાફિક ન હોય, અને અન્ય સાઈડ પર વાહનચાલકોને વધુ સમય ઊભા રહેવું પડતું હોય છે. ઘણા સિગ્નલો પર ટ્રાફિક જામની સમસ્યાને કારણે ટ્રાફિક હેલ્પલાઈનમાં રોજની સરેરાશ 10થી વધુ ફરિયાદ મળી રહી છે.

સુરત શહેરમાં લાગેલ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગસાઈડ જવા મજબુર બન્યા છે, જ્યાં રોંગ સાઈડ જતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો સાહિતી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં મળતા તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ કરવામાં આવી હતી.

 

Latest Stories