-
મોટા વરાછા વિસ્તારમાં સ્થાનિક લોકોમાં રોષ
-
મનપાની ડોમ નીતિ સામે ઉગ્ર વિરોધ
-
50 જેટલી સોસાયટીના પ્રમુખોએ યોજી રેલી
-
પાલિકાએ ડોમ બનાવી ભાડે આપતા સ્થાનિકોનો વિરોધ
-
મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા
-
સ્થાનિકોએ પાલિકા પાસે ગાર્ડનની કરી હતી માંગ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોમ ઉભા કરીને ભાડે આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો,અને 50 સોસાયટીના લોકોએ ભેગા મળીને રેલી કાઢી પાલિકાની નીતિ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા પાસે સ્થાનિક લોકો દ્વારા સુંદર ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી હતી.જોકે સ્થાનિક લોકોની વાતને ધ્યાને ન લઈને મનપા દ્વારા ડોમ ઉભા કરવામાં આવ્યા છે,અને ભાડે આપીને આવક ઉભી કરવામાં આવી છે, પાલિકાની વેપારી નીતિ સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો,અને 50 જેટલી સોસાયટીના સ્થાનિક લોકોએ ભેગા મળીને મનપાની ડોમ નીતિ સામે રેલી કાઢીને ઉગ્ર વિરોધ કર્યો હતો.જોકે પોલીસ પરવાનગી વગર રેલી કાઢવામાં આવતા પોલીસે 7 જેટલા લોકોની અટકાયત કરી હતી.જેના કારણે ઉતરાણ પોલીસ મથક બહાર લોક ટોળા ઉમટી પડ્યા હતા,અને મોડી રાત સુધી પોલીસ મથક પર લોક ટોળાની જમાવટ રહી હતી,પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.