Connect Gujarat
સુરત 

સુરત : તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે મનપાને રૂ. 1400 કરોડની લોન અપાશે, વર્લ્ડ બેન્કની ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ

વર્લ્ડ બેન્કની ટીમ સુરત શહેરની મુલાકાતે આવી પહોચી છે, ત્યારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત વર્લ્ડ બેન્કની ટીમના સભ્યોએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

X

વર્લ્ડ બેન્કની ટીમ સુરત શહેરની મુલાકાતે આવી પહોચી છે, ત્યારે તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત વર્લ્ડ બેન્કની ટીમના સભ્યોએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

સુરત શહેરની મુલાકાતે વર્લ્ડ બેન્કની 12થી વધુ કન્સલ્ટન્ટની ટીમ આવી પહોચી છે. આ ટીમ આગામી 6 દિવસ સુધી સુરતમાં રહેશે. વર્લ્ડ બેન્ક સુરત મનપાના બહુહેતુક તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે રૂપિયા 1400 કરોડની લોન આપનાર છે. ગતરોજ જુદા જુદા તાપી રિવર ફ્રન્ટના પ્રોજેક્ટ માટેના પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. જેમાં વર્લ્ડ બેન્કની ટીમ સમક્ષ કઠોરથી રૂંઢ સુધીના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરાયું હતું. તાપી નદીના બન્ને કિનારે 33 કિલોમીટર લંબાઇમાં રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન કરાયું છે, ત્યારે આજરોજ વર્લ્ડ બેન્કની ટીમે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

Next Story