સુરત : પત્ની અને દીકરાને ઝેર પીવડાવી પોતે પણ ગળે ફાંસો લગાવીને પતિનો સામૂહિક આપઘાત…

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

New Update
સુરત : પત્ની અને દીકરાને ઝેર પીવડાવી પોતે પણ ગળે ફાંસો લગાવીને પતિનો સામૂહિક આપઘાત…

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સામૂહિક આપઘાતની ઘટના મામલે ACP જેટી સોનારાએ જણાવ્યું હતું કે, આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વહેલી સવારે તેમના ભાઈ ઘરે આવ્યા, ત્યારે જાણ થઈ કે, આ પ્રકારનો બનાવ બન્યો છે. રાત્રે તેના ભાઈને ગળેફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો હતો, અને સાસુને 3 વાગ્યા પછી “સોરી અમ્મા” લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો. સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો. પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા, અને તેના ભાભી અને પુત્ર પણ મૃત હાલતમાં જોવા મળ્યા હતા, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories