Connect Gujarat
સુરત 

સુરત : દક્ષિણ ગુજરાતમાં માવઠાએ બગાડ્યો કેરીનો પાક, સહાય માટે ખેડૂતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે

X

સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકને નુકશાન થતા ખેડૂત આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકમાં મુખ્ય પાક કેરી છે. જોકે, આ વર્ષે વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે પર્યાવરણને મોટી અસર થઈ છે, ત્યારે મહત્તમ કેરીના પાકનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં 70 હજાર હેક્ટરમાં બાગાયતી પાકોનું વાવેતર થયું છે. જેમાં ખેડૂતો દ્વારા વધુ કેરીનો પાક મળે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પરંતુ આખુ વર્ષ વાદળછાયુ વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડ ફ્લાવરીંગ તેમજ મોરીયા ન બેસતા આ વર્ષે માંડ ૩0% જેટલો જ પાક અને તે પણ નબળો પાક મળવાનો છે, ત્યારે બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારની હાલત ખૂબ જ કફોડી થઈ છે, ત્યારે ખેડૂત આગેવાન જયેશ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને સહાય કરવા માંગ કરી છે.

Next Story