સુરત: સિવિલ હોસ્પિટલમાં નિર્ભયા દુષ્કર્મ આરોપીનું પોલીસ બંદોબસ્ત સાથે કરાયુ તબીબી પરીક્ષણ

ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

New Update
  • ચકચારી નિર્ભયા દુષ્કર્મ ઘટનાનો મામલો

  • સુરત સિવિલમાં આરોપીનું કરાયુ તબીબી પરીક્ષણ

  • પોલીસ જાપ્તા સાથે આરોપીને પરીક્ષણ અર્થે લવાયો

  • રેસિડેન્ટ ડોકટરે પરીક્ષણ કરવા કરી મનાઈ

  • RMOની સૂચના બાદ આરોપીનો કરાયો પોટેન્શીયલ ટેસ્ટ

  • 10 વર્ષીય માસુમ સાથે આચર્યું હતું દુષ્કર્મ

  • આઠ દિવસની સારવાર બાદ બાળકીએ લીધા હતા અંતિમ શ્વાસ 

ભરૂચ જિલ્લાના ચકચારી નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના આરોપી વિજય પાસવાનનું પોલીસ બંદોબસ્ત સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં શ્રમિક પરિવારની માસુમ દીકરી સાથે જધન્ય કૃત્યની ઘટના બની હતી,અને વિજય પાસવાન નામના નરાધમે ક્રૂરતાની તમામ હદ વટાવીને રાક્ષસી  કૃત્યને અંજામ આપ્યો હતો,ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીએ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આઠ દિવસની સઘન સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.બીજી તરફ અંકલેશ્વર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય પાસવાનના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા,તેમજ પોલીસને આરોપીનો પોટેન્શીયલ ટેસ્ટ કરવાની પરવાનગી આપી હતી.

ભરૂચ પોલીસના જાપ્તા હેઠળ આરોપી વિજય પાસવાનને આજરોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો,અને તેનો પોટેન્શીયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે,અને વહેલી તકે પોલીસ કોર્ટમાં આરોપનામું રજૂ કરશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જોકે સમગ્ર ઘટનામાં જાણવા મળ્યા મુજબ આરોપી વિજય પાસવાનનો  પોટેન્શીયલ  ટેસ્ટ કરવાની સુરત સિવિલ હોસ્પિટલના સર્જરીના રેસિડેન્ટ ડોકટરેના કહી દીધુ હતું. અને જેના કારણે ટેસ્ટમાં વિલંબ થયો હતો.આ અંગેની ફરિયાદ સિવિલ હોસ્પિટલના AP-HOD અને RMOને કરવામાં આવી હતી.ત્યારબાદ RMO દ્વારા અન્ય વ્યવસ્થા કરીને આરોપીનો પોટેન્શીયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.પરંતુ આ સમગ્ર સમય દરમિયાન આરોપીની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઇ હતી.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.