સુરત શહેરના વરાછા વિસ્તારમાં પાલિકા દ્વારા ઝુપડપટ્ટીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પાલિકાના એક નિર્ણયથી 576 જેટલા પરિવાર બેઘર થઈ ગયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે આવેલી અશોકનગર ઝુપડપટ્ટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ પાલિકાના વરાછા ઝોનની ટીમો પહોંચી ગઈ હતી, અને JCBની મદદથી ડિમોલિશન કાર્ય હાથ ધર્યું હતું. આ ડિમોલિશનના પગલે સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. વરાછા વિસ્તારમાં એકે રોડ ખાતે વર્ષો જૂની અશોકનગર ઝુપડપટ્ટી આવેલી છે. જોકે, તે રેલવે લાઈન નજીક હોવાથી પાલિકા દ્વારા ઝુપડપટ્ટીને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે આજે વહેલી સવારથી જ પાલિકાના વરાછા ઝોન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, પાલિકાના એક નિર્ણયથી 576 જેટલા પરિવાર બેઘર થઈ ગયા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.