સુરત : નકલી ચલણી નોટો છાપતું મિની કારખાનું ઝડપાયું, ફેક કરન્સી સહિતના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ

સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે.

New Update

નકલી ચલણી નોટ છાપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

સરથાણાના યોગી ચોકમાંથી મિની કારખાનું ઝડપાયું

નકલી ચલણી નોટ છાપતાં 3 ઇસમોની ધરપકડ કરાય

ફેક કરન્સીકોમ્પ્યુટરપ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત

રેકેટમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા : પોલીસ

સુરત શહેરમાંથી ફરી એકવાર નકલી ચલણી નોટ છાપવાના મિની કારખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત એસ.ઓ.જી પોલીસે સરથાણાના યોગી ચોક વિસ્તારમાંથી નકલી ચલણી નોટ છાપતાં 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારસુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કેસરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જેના આધારે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરની ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી 3 જેટલા ઈસમો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટરપ્રિન્ટર, એક લાખની નકલી ચલણી નોટો સાથે રાહુલભાવેશ અને પવન નામના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ નકલી નોટ છાપતો હતોતો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સીકોમ્પ્યુટરપ્રિન્ટરમોબાઇલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યાક્યારથી છાપી રહ્યા હતાઅત્યાર સુધીમાં કેટલી નકલી નોટ છાપીઅને ભેજાબાજોએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમતે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકેઆ રેકેટમાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી પણ પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

#Gujarat #CGNews #Surat #surat police #Mini factory #indian currency #printing fake notes #arrested three accused
Here are a few more articles:
Read the Next Article