/connect-gujarat/media/post_banners/2bc19e616889c0e493b56f07ec0a2a9db04466a86941361460b876ba17741493.jpg)
સુરતમાં યાર્ન એકસ્પોનું ઉદઘાટન કરવા આવેલાં રાજયકક્ષાના કાપડમંત્રી દર્શના જરદોશને વેપારીઓ તથા ઉદ્યોગકારોએ કાપડ પર લાગતાં જીએસટીના દરોમાં કરાયેલાં વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી.
સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આયોજીત યાર્ન એકસ્પોનું રવિવારના રોજ ઉદઘાટન કરાયું. જેમાં કેન્દ્ર સરકારના કાપડ વિભાગના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. કેન્દ્ર સરકારે કાપડ પર લાગતાં જીએસટીમાં એકાએક 7 ટકાનો વધારો ઝીંકી દીધો છે. અગાઉ 5 ટકા જીએસટી લાગતો હતો તે હવે વધારીને 12 ટકા કરી દેવાયો છે. વેપારીઓ તથા ઉદ્યોગકારોએ મંત્રી દર્શના જરદોશને આ બાબતે રજુઆત કરી હતી. દર્શના જરદોશે જીએસટી ઘટાડવા નાણામંત્રીએ રજુઆત કરાશે તેવી ખાતરી આપી છે.
હવે વાત કરીશું યાર્ન એકસ્પોની.. આ એકસ્પોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઇના ફાયબરમાંથી બનાવવામાં આવેલા યાર્નનું નિર્દશન કરાયું છે. ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે ચેમ્બર ખાસ કિસ્સામાં સ્ટોલની ફાળવણી કરાય છે.જેમાં કેળા અને મકાઈના રેસામાંથી સોથી પહેલા યાર્ન બનાવવામાં આવે છે. ત્યારબાદ આ યાર્નમાંથી પગ- લુછણિયા અને કાગળ બનાવવામાં આવ્યા છે.
ટેકસટાઇલ યાર્ન એક્સપોમાં સુરત સહિત દેશભરમાંથી ૭પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ રહયાં છે. દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવી યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિકને ત્રણ દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવશે.