Connect Gujarat
સુરત 

સુરત : ગર્ભપાત બાદ મોત મામલે સગીરાના બહેન-બનેવી અને તબીબની ધરપકડ, વોન્ટેડ આરોપીની પણ શોધખોળ

યુવતીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી પર દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.

X

સુરતમાં પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી બનેલી 16 વર્ષીય સગીરાનું ગેરકાયદે ગર્ભપાત કરનાર શ્રીજી હોસ્પિટલના તબીબ સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ યુવતીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી પર દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પાલી ગામમાં બહેન-બનેવી સાથે રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધમાં 2 માસનો ગર્ભ હતો. ગર્ભવતી હોવાની જાણ થતા તેના બહેન-બનેવી સારવાર અર્થે ઉધનામાં કૈલાશ નગર ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબ હિરેન પટેલે પોતે ગાયનેલોજીસ્ટ કે, ગર્ભપાત કરવાના નિષ્ણાંત નહીં હોવા છતાં સગીરાને ગર્ભપાત માટેનું ઇન્જેક્શન આપી ગર્ભપાત કરાવ્યું હતું .

ત્યારબાદ સગીરાના બહેન અને બનેવી હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા હતા. જોકે, ઘરે અચાનક જ સગીરાની તબિયત લથડતા તેણીને ઘર નજીક આવેલ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ સગીરાને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સગીરાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગર્ભાશયમાં વધુ પડતો રક્ત્સ્નાવ થતા તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

ઘટનાની ગંભીરતા લઈ સચિન જીઆઇડીસી પોલીસે સગીરાને પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી સહિત સગીરા સાથે અઘટીત કૃત્ય થયું હોવાનું જાણ થતા તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સચિન જીઆઇડીસી પોલીસે ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવનાર ઉધના કૈલાશ નગર શ્રીજી હોસ્પિટલના ડોક્ટર હિરેન પટેલ સહિત સગીરાના બહેન-બનેવી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ સાથે જ પ્રેમ સંબંધમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it