સુરત : કોપીરાઈટના ગુન્હામાં પોલીસે રૂ.8 લાખનો તોડ કર્યો હોવાના આક્ષેપ ભર્યા MLA કાનાણીનાં લેટર બોમ્બથી ખળભળાટ

સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.MLAના લેટર બોમ્બથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

New Update
  • ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ

  • સુરત પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા

  • કોપીરાઇટના ગુનામાં પોલીસે 8 લાખનો તોડ કર્યો હોવાનો આરોપ

  • કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી ફરિયાદ

  • પોલીસ કમિશનરે DCPને તપાસ સોંપી

સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.MLAના લેટર બોમ્બથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મુંબઈની જાણીતી કંપની ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું.કંપનીએ ગત જાન્યુઆરી માસમાં સુરત સરથાણા પોલીસને સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઈઝ નામથી પતરાના મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા.અહીંથી બનાવટી ફિનાઈલટોયલેટ ક્લીનરટાઇલ્સ ક્લીનરડીશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો.તે ઉપરાંત આ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરકેનબોટલનો જથ્થો પણ મળ્યો હતો.પોલીસે આ કારખાનુ ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી અને જે-તે સમયે રૂપિયા 3 લાખ 31 હજારનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.

કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર રૂપિયા 3 લાખ 31 હજારનો માલ ઓન પેપર બતાવાયો છે. બાકીનો માલ પોલીસની મિલીભગતમાં પાંચ આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ણા ફાર્મમાં સગેવગે કરાયો હતો.FIRમાં પણ આરના એન્ટરપ્રાઈઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો.

કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કેપોલીસે કરેલુ ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છેહપ્તા લેનારા પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો'. હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-1ને ઇન્કવાયરીના આદેશ કર્યા છે.