/connect-gujarat/media/post_banners/8e9c9ccbbd99fed551bda7c4b1532c5659d9d6fe9c5cba202777759239b30a28.jpg)
સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં કેટલાક યુવાનો વચ્ચે બોલાચાલી થતાં ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
સુરતમાં ફરી એકવખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સરદારનગરમાં અંગત અદાવતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની રીસ રાખી યુવકો વચ્ચેની વાત મારામારી સુધી પહોચી હતી. જેમાં 2 યુવકોએ ચપ્પુ વડે એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે બૂમાબૂમ થતાં ઘટના સ્થળે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે 2 યુવકો એક યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી રહ્યા છે. જોકે, ચપ્પુ વડે હુમલો કરનાર યુવકો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/12/mixcollage-12-jul-2025-2025-07-12-08-53-32.jpg)