સુરત : લિંબાયત-વરાછામાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર 100થી વધુ બે’દરકાર યુનિટને મનપા દ્વારા સીલ કરાયા...

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર 103 યુનિટને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી મુક્ત કરવાનો મામલો

  • ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી મુક્ત કરનાર બેદરકાર યુનિટ

  • 103 યુનિટને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા

  • વરાછા વિસ્તારમાં પણ 6 યુનિટોને સીલ કરવાની કામગીરી

  • મનપાની કામગીરીના પગલે અન્ય તત્વોમાં ફફડાટ ફેલાયો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર 103 યુનિટને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકાના લિંબાયત વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલર કેમિકલવાળું પાણી ઘૂસી ગયું હતું. જેમાં કેમિકલવાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું. જોકેદૂષિત પાણીના કારણે વૃક્ષ અને કબરને પણ નુકશાન થયું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતોત્યારે લિંબાયત વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર 103 યુનિટ સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વરાછા વિસ્તારમાં પણ 6 જેટલી યુનિટોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેડાઇંગ યુનિટો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે. જે દૂષિત પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છેઅને જળ પ્રદૂષણ ફેલાય રહ્યું છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોચી રહ્યું છેત્યારે કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં મુક્ત કરનાર બેદરકાર યુનિટ સામે સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Latest Stories