સુરત શહેરમાં દિવાળીના પર્વના દિવસે ઠેર ઠેર આગના બનાવ બન્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં એક જ દિવસમાં આગની 50થી વધુ ઘટના સામે આવી હતી.
દિવાળીના પર્વ પર સુરતીઓ ફટાકડા ફોડી ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે ત્યારે ફટાકડાના કારણે સુરત શહેરમાં આગના 50 જેટલા બનાવો સામે આવ્યા હતા.શહેરના વેસુ,અડાજણ,કતારગામ,વરાછા,પાંડેસરા,સચિન સહિતના વિસ્તારોમાં આગના બનાવ બન્યા હતા. વેસુ ખાતે આવેલ ઓફિરા એપાર્ટમેન્ટમાં ફટાકડાના તણખારાના કારણે ફ્લેટની બાલ્કનીમાં આગ લાગી હતી.આગ લાગતા બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થવાની સાથે ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો જ્યારે આગની ચપેટમાં ઘર સામગ્રીનો માલ સામાન બનીને ખાક થઈ ગયો હતો. સુરત શહેરમાં બનેલા આગના 50 જેટલા બનાવોમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.