Connect Gujarat
સુરત 

સુરત : મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ, વિનામૂલ્યે છોડનું વિતરણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે

X

આજે વિશ્વ પર્યાવરણ દિન છે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણની સાથે શહેરીજનોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ઈ.સ.૧૯૭૪થી વિશ્વ કક્ષાએ ૪૬ વર્ષોથી થઈ રહી છે, ૧૪૩ જેટલા દેશો તેમાં જોડાયા છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉધના ઝાંસીકી રાણી બાગ ખાતે વૃક્ષારોપણની સાથે શહેરીજનોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ આજથી શહેરના તમામ ઝોનમાં શહેરીજનોને વિનામૂલ્યે છોડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેમ બોઘાવાલા, નગરસેવકો મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત સ્થાનિક લોકો જોડાયા હતા

Next Story