સુરત શહેરમાં ઓમિક્રોનના 3 કેસ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે ઓમિક્રોન પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જયપુરનો પ્રવાસ કરી આવેલ અઠવા લાઈન્સ, વાસ્તુ લક્ઝરીયા, વેસુ વિસ્તારમાં રહેતા વેપારી, રાંદેર ઝોનમાં રહેતી ગૃહિણી, અડાજણ વિસ્તારમાં રહેતી મહિલા અને રાંદેર વિસ્તારમાં રહેતા વૃદ્ધ કોરોના સંક્રમીત થયા છે, ત્યારે સુરત શહેરમાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જોકે, કોરોનાની સાથોસાથ ઓમિક્રોનના પણ 3 કેસ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે, ત્યારે વધતાં સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. વેક્સિનના 2 ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં સહિતના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.