સુરત : મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટ કર્યા સીલ,નકલી પનીરના નમૂના લેવામાં આવ્યા

સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે,અને નકલી પનીરના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.

New Update
  • મનપાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

  • સુરભી ડેરીના આઉટલેટને કર્યા સીલ

  • નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો

  • આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા

  • રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આઉટલેટ બંધ

સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે,અને નકલી પનીરના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.

સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના તમામ આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે,લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમતી સુરભી ડેરી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા  નકલી પનીરના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે.જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું. તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું. આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીના આઉટલેટ સીલ કર્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા પનીરના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે,પરંતુ જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સુરભી ડેરીના આઉટલેટ સીલ કરીને બંધ કરવામાં આવ્યા છે.

Latest Stories