Connect Gujarat
સુરત 

સુરત : અડાજણ ખાતે રહેતી કિશોરી સાથે એક નરાધમે સતત ચાર મહિના દુષ્કર્મ આચર્યું,જાણો સમગ્ર મામલો

અડાજણ ખાતે રહેતી કિશોરી એક યુવક પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચાર મહિના સુધી દુષ્કર્મ આચાર્ય બાદ યુવકે વિડીયો પોતના મિત્રોમાં વાઇરલ કરતા કિશોરી પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

X

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અડાજણ ખાતે રહેતી કિશોરી એક યુવક પોતાના પ્રેમ જાળમાં ફસાવી ચાર મહિના સુધી દુષ્કર્મ આચાર્ય બાદ યુવકે વિડીયો પોતના મિત્રોમાં વાઇરલ કરતા કિશોરી પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં સતત નાની બાળાઓ સાથે અને કિશોરીઑ સાથે દુષ્કર્મ આચરવામાં આવતા હોવાની ફરિયાદો સતત સામે આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પાલનપુર ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે ઘર નજીક રહેતી કિશોરી સાથે પ્રેમ સંબંધ બધાયો હતો યુવકે 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે યુવકે કિશોરી સાથે અંગત પળોના વીડિયો ઉતારી આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી છેલ્લા ચાર મહિનાથી દુષ્કર્મ આચરતા ઉમંગે કિશોરી સાથેની અંગત પળોના વીડિયો પોતાના મિત્રો દીપ અને વીસ્પીને વોટ્સએપ પર મોકલ્યા હતાં. આ વીડિયો વાઇરલ થતાંની સાથે કિશોરીએ સમગ્ર વાત પરિવારને કરતાં કિશોરીના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story