સુરત : ભાણેજે પ્રેમસંબંધમાં કરી મામીની હત્યા, ઉધના રેલ્વે યાર્ડમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો…

ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું

New Update
સુરત : ભાણેજે પ્રેમસંબંધમાં કરી મામીની હત્યા, ઉધના રેલ્વે યાર્ડમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો…

સુરત શહેરના ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું, જેમાં રેલ્વે પોલીસે હત્યારાની બિહારથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, મહિલાનો મૃતદેહ અહીં ફેંકી દેવામાં આવ્યો હોવાના અનુમાન સાથે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત રેલ્વે પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. જેમાં ગર્ભવતી મહિલાની હત્યા તેના પ્રેમી ભાણેજ દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

8 મહિનાના ગર્ભ સાથે મહિલાનું ગળું દબાવી તેમજ લાતો મારી તેની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે સુરત રેલ્વે પોલીસે હત્યારા ભાણેજને બિહારથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories