-
કાપડનગરી સુરતમાં બન્યો હતો બનાવ
-
2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતું
-
બાળકનો હજુ સુધી કોઈ પત્તો નહીં
-
રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ રખાયું
-
સવારથી ફાયર વિભાગ દ્વારા ફરી શોધખોળ શરૂ કરાય
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાજના 5 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેઝ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી.
છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડીરાત્રે રેસ્ક્યૂની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મ દિવસ હતો.સુમન સાધના આવાસમાં રહેતો 2 વર્ષીય કેદાર શરદભાઈ વેગડ માતા સાથે ગતરોજ સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો તે દરમિયાન આઇસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર માં બાળક ઊંધા માથે પડતા આ દુર્ઘટના સર્જાય હતી.