-
સુરત ભેસ્તાનમાં બુટલેગરની દાદાગીરીનો મામલો
-
બુટલેગરે પોલીસની PCR વાન પર ચઢાવી હતી કાર
-
પોલીસકર્મી પર હુમલો કરી થયો હતો ફરાર
-
પોલીસે કરી નામચીન બુટલેગરની ધરપકડ
-
યુસુફ ઉર્ફે ટણીની પોલીસે કરી મરામત
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગરે પોતાની સ્કોર્પિયો કારથી પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો,જે આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતના ભેસ્તાનમાં જાહેર માર્ગ પર નામચીન બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીએ બે દિવસ અગાઉ કોઈની સાથે ઝઘડો કરી રહ્યો હતો, જે અંગેની જાણ ભેસ્તાન પોલીસને કરવામાં આવી હતી,અને પોલીસની PCR વાન ઘટના સ્થળ પર દોડી આવી હતી,જોકે માથાભારે બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર ચઢાવીને પોલીસની PCR વાનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.સર્જાયેલી ઘટનામાં પોલીસે તપાસ દરમિયાન આરોપી બુટલેગર ટણીની કાર સેલવાસ માંથી ઝડપી લીધી હતી,જ્યારે આરોપીને ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો.અને પોલીસે તેની બરાબરની મરામત કરી હતી.આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુન્હામાં સચીન GIDC, પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.