સુરત: દિવાળી પર્વ નિમિત્તે સુરત પોલીસ બની સતર્ક, તહેવારમાં ગુન્હાખોરી ડામવા માટે પોલીસ સજ્જ

સુરતમાં દિવાળી પર્વ નિમિત્તે ગુન્હાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ,અને વિવિધ સંગઠનો સાથે બેઠક કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

New Update
Advertisment

સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસની બેઠક 

Advertisment

ઉદ્યોગપતિ સહિત વિવિધ સંગઠનો સાથે પોલીસની ચર્ચા 

પોલીસે લોકજાગૃતિ અર્થે કર્યા પ્રયાસ 

ચોરી,લૂંટ સહિતની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ સજ્જ 

CCTV કેમેરા,નાઈટ સિક્યુરિટી,પોલીસ પેટ્રોલિંગ જેવા મુદ્દા પર કરાય ચર્ચા   

સુરત શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ગુન્હાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ,અને વિવિધ સંગઠનો સાથે બેઠક કરીને લોક જાગૃતિ લાવવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં દિવાળી પર્વનો થનગનાટ જોવા મળી રહ્યો છે,તો બીજી તરફ આ તહેવારના સમયે વધતા ગુન્હાઓને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.ખાસ કરીને દિવાળીના તહેવારના સમયે ચોરી, લૂંટ,ચીલ ઝડપ સહિતની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે આવા પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસે કમરકસી છે.અને તકેદારીના ભાગરૂપે ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સંગઠનો સાથે પોલીસ દ્વારા બેઠક કરીને ચર્ચા કરવામાં આવી હતી.પાંડેસરા પોલીસ દ્વારા તહેવાર દરમિયાન જાગૃતત્તાને લઇને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં દિવાળી તહેવાર દરમિયાન કઈ કઈ તકેદારી રાખવી તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં 100 થી વધુ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં CCTV કેમેરા,નાઈટ સિક્યુરિટી મજબૂત કરવા,રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Latest Stories