સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની નિમિત્તે તિરંગા સ્ટાઇલમાં વિવિધ વસ્ત્રોની અનોખી ડિઝાઇન તૈયાર કરી છે, ત્યારે તિરંગા સ્ટાઇલમાં બનાવેલ વસ્ત્રોને ખૂબ જ આકર્ષક રીતે કોલેજમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
તા. 26 જાન્યુઆરીન રોજ પ્રજાસત્તાક પર્વને લઈ દેશભક્તિ બતાવવા માટે લોકો થનગનતા હોય છે. આ દિવસની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશેષ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે વિદ્યાર્થીનીઓએ પોતાની કળા આકર્ષક વસ્ત્રો બનાવીને બતાવી છે. જેમાં તિરંગાની સ્ટાઇલમાં અવનવા આકારમાં વસ્ત્રો બનાવી દેશભક્તિ અદા કરી છે. વિદ્યાર્થીનીઓ દ્વારા ૩૦થી વધુ ડિઝાઇનમાં આ પ્રકારે વસ્ત્રો બનાવવામાં આવ્યા છે, ત્યારે આ તમામ વસ્ત્રો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
સુરતની ફેશન ડિઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં જુદા જુદા પ્રકારે વસ્તુઓ બનાવવાની આગવી કળા છે, ત્યારે ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થીનીઓએ આ તમામ વસ્ત્રોમાં પણ પોતાની આગવી કળા રજૂ કરી છે. 30થી વધુ બનાવેલ જુદી જુદી સ્ટાઇલના વસ્ત્રો માત્ર કાપડમાંથી જ નથી બનાવવામાં આવ્યા. પરંતુ તેમાં જુદા જુદા પ્રકારની સાધન સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જેટલા પણ વસ્ત્રો આપ જોઈ શકો છો, તે કાપડ ઉપરાંત કાગળ, ફેબ્રિક્સ, પેપર કપ જેવી જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરી તિરંગા સ્ટાઇલમાં વસ્ત્રો બનાવ્યા છે. આ પ્રકારના વસ્ત્રો બનાવવા માટે વિદ્યાર્થીનીઓ છેલ્લા 4થી 5 દિવસ સતત મહેનત કરી રહી હતી.