સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે. સાથે જ સુરત ભુસાવલ પેસેન્જર અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચેની ટ્રેનની ઝડપ પણ વધારવામાં આવી છે.
દેશમાં મોટા વીજ સંકટની બચત માટે પેસેન્જર ટ્રેનોની સેવા અટકાવી દેવામાં આવી હતી પણ હવે સુરત થી ભુસાવલ મહારાષ્ટ્ર તરફ દોડતી ટ્રેન પુન: શરૂ કરવામાં આવી છે જે હવે સુરત-ભુસાવલ પેસેન્જર ટ્રેન સુરતથી રાત્રે 11 કલાક 10મિનિટે ઉપડશે અને ભૂસાવાલ વહેલી સવારે 7 કલાક 55 મિનિટે પહોંચશે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસીઓને મોટી રાહત મળી છે. અપડાઉન કરતા પાસ હોલ્ડરો માટે સુવિધા ઉપલબ્ધ બની છે. વીજ સંકટથી બચવા માટે કોલસાના હેરાફેરી આવશ્યકતા હોવાથી આ નિર્ણય લેવાયો હતો. જોકે આમ છતાં હવે પ્રવાસીઓને સુવિધા મળે તે માટે આ પેસેન્જર ટ્રેનો પુન શરૂ કરવાની સાથે સાથે ઝડપ પણ વધારવામાં આવી છે. આ નિર્ણયથી રોજિંદા અપડાઉન કરતા પાસ હોલ્ડરો અને તેમજ દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગમાં મહારાષ્ટ્રના લોકો વસે છે જેથી સુરત ભુસાવલ શરૂ થતાં તેઓને મોટી રાહત થઈ છે.