New Update
સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
રોંગ સાઇડથી દોડતા વાહન ચાલકો દંડાયા
પોલીસ કમિશનરે વિશેષ અભિયાન શરૂ કર્યું
અગાઉ 4000 થી પણ વધુ લાયસન્સ થયા છે સસ્પેન્ડ
પોલીસે 25 ટીમ બનાવીને શરૂ કરી કાર્યવાહી
સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.
સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં પોલીસ કમિશનર દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.શહેરના વરાછા મુખ્ય રોડ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.જાણવા મળ્યા મુજબ રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.અને 830 જેટલા રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા
હતા.પોલીસ દ્વારા આ અભિયાન અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે.જ્યારે ગત મહિનામાં પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1767 લોકોને ટ્રાફિકના નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને અગાઉ રોંગ સાઈડ વાહન હંકારતા 4059 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી.અને આ બેજવાબદાર તમામ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
Latest Stories