સુરત: વેપારીઓ સાથે ઠગાઇ કરતા 4 ભેજાબાજોની પોલીસે કરી ધરપકડ, છેતરપિંડીની રીત જાણી તમે પણ ચોંકી ઉઠશો

સુરત ગ્રામ્ય પોલીસને મળી સફળતા, વેપારીઓ સાથે ઠગાઇ કરતા ભેજાબાજોની ધરપકડ

New Update
સુરત: વેપારીઓ સાથે ઠગાઇ કરતા 4 ભેજાબાજોની પોલીસે કરી ધરપકડ, છેતરપિંડીની રીત જાણી તમે પણ ચોંકી ઉઠશો

સુરત જીલ્લાની કોસંબા પોલીસે વ્યાપારીઓ સાથે ઠગાઈ કરતા ચાર મહાઠગને ઝડપી પડ્યા છે.આરોપીઓ પાસેથી પોલીસે ૫ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપારીઓ સાથે ઠગાઈની ઘટના બની રહી હતી જેને લઇ જીલ્લા પોલીસ આ ઠગોને પકડવા માટે મથામણ કરી રહી હતી જોકે આ ઠગને પકડવામાં કોસંબા પોલીસને સફળતા મળી ગઈ અને ચાર જેટલા મહાઠગને ઝડપી પાડ્યા છે.જે પૈકી સિરાજ મુસા સીદાત મુખ્ય ભેજાબાજ આરોપી છે સાથે સાથે ચેતન ભોકળવા ,ભરત ચોસલા તેમજ કિશન ભરવાડ પણ ગેંગના સભ્ય છે.ચારેય મહાઠગ પહેલા તો શોશ્યલ મીડિયા પર આવતી ધંધાકીય જાહેરાત પર ધ્યાન રાખતા અને ત્યારબાદ ઓનલાઈન અથવા ફોન કરી ઓર્ડર આપી પોતના વિસ્તારમાં માલ સમાન મંગાવી લેતા અને જયારે માલની ડીલીવરી કરવા માટે ટેમ્પો અથવા કોઈ પણ વાહન આવે તો ઘર સુધી ટેમ્પો જઇ શકે એમ નથી રસ્તો બંધ છે અથવા કોઈ પર પ્રકારના બહાના બતાવી માલ સમાન અન્ય સાધનમાં ટ્રાન્સફર કરી લેતા હતા અને બાદમાં ફરાર થઈ જતા હતા. હાલ પોલીસે સતત ચાર દિવસની મેહનત બાદ ચારેય રીઢા મહાઠગ ને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.