સુરત: પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે પોલીસે કરી એક શખ્સની ધરપકડ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં LCB પોલીસે કન્ટેનર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.અને એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

New Update
  • ઉતરાયણમાં ચાઈનીઝ દોરી પર છે પ્રતિબંધ

  • ડિંડોલીમાં LCBની મોટી કાર્યવાહી

  • કન્ટેનર ટ્રકમાંથી ઝડપાયો ચાઈનીઝ દોરીનો જથ્થો

  • પોલીસે રૂ.11.52 લાખનો દોરીનો જથ્થો કર્યો જપ્ત

  • પોલીસે એક આરોપીની પણ કરી ધરપકડ 

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં LCB પોલીસે કન્ટેનર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.અને એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ઝોન-2 LCB શાખા દ્વારા મોટી કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતીજેમાં ચાઈનીઝ દોરીના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હતી.ડિંડોલી વિસ્તારમાં કન્ટેનર ટ્રકમાં ચાઈનીઝ દોરીનો જથ્થો સાઈ પોઇન્ટ ચાર રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે. જે અંગેની મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી છે. અને આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂપિયા 11 લાખ 52 હજાર છેજ્યારે કન્ટેનર ટ્રકની કિંમત રૂપિયા 10 લાખ છે. કુલ મુદ્દામાલ રૂપિયા 21 લાખ 52 હજારનો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક સાથે અનીલકુમાર શંકરલાલ મીણાની પોલીસે ધરપકડ કરી છે.અને પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories