સુરત : પુણાગામમાં લૂંટ વિથ રેપની ઘટનામાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ,અન્ય બેની શોધખોળ શરૂ

સુરતના પુણાગામમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવી છે, બુકાનીધારી લૂંટારૂઓએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરીને રોકડ રૂપિયા તેમજ સોનાનાં ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા

author-image
By Connect Gujarat Desk
New Update
  • પુણાગામ લૂંટ વિથ ગેંગરેપની ઘટનાનો મામલો

  • ત્રણ બુકાનીધારી લૂંટારૂઓએ ઘટનાને આપ્યો અંજામ

  • પતિને મારમારી બાંધી દઈને લૂંટારુ બન્યા બેખૌફ

  • મહિલા સાથે આચર્યું સામુહિક દુષ્કર્મ

  • રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર 

  • પોલીસે એક આરોપીની ભાવનગરથી કરી ધરપકડ

સુરતના પુણાગામમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવી છેબુકાનીધારી લૂંટારૂઓએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરીને રોકડ રૂપિયા તેમજ સોનાનાં ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા,જોકે પોલીસે એક આરોપીને ભાવનગરથી દબોચી લીધો હતો.

સુરતના પુણાગામ વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ચકચારી ઘટના બની હતી.જેમાં ત્રણ જેટલા બુકાનીધારી લૂંટારૂઓએ એક દંપતીને મધ્યરાત્રિ બાદ બાનમાં લીધું હતું,મહિલાના પતિને મારમારીને બાંધી દીધો હતો,જયારે મહિલાને ચપ્પુની અણીએ ધમકાવી ધાબા પર લઇ ગયા હતા,અને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું,લૂંટારુઓ રોકડા રૂપિયા 30 હજાર તેમજ સોનાના દાગીનાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા,ઘટના અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં સીસીટીવી સહિતના પાસાઓ તપાસીને પોલીસે તપાસ કરતા આરોપી નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરી હતી,જ્યારે અન્ય બે આરોપીઓની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

Latest Stories