સુરત:કાપોદ્રા વિસ્તારમાંથી નિવિયાના બનાવટી લિપ બામ બનાવતા બે ઈસમોની ધરપકડ કરતી પોલીસ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.અને પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

New Update
  • કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેશનનો મામલો

  • નિવિયાના લિપ બામનું કરતા હતા ડુપ્લિકેશન 

  • કંપનીના ઓફિસર અને પોલીસે કરી રેડ

  • 1.57 લાખનું ડુપ્લીકેટ લિપ બામ પોલીસે કબજે કર્યું

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ 

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.અને પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સર્વોપરી સોસાયટીના મકાનમાં ભેજાબાજો દ્વારા નિવિયા કંપનીના બ્રાન્ડનો ઉપયોગ કરીને બનાવટી લિપ બામ બનાવવામાં આવી રહ્યું હતું,અને એનો વેપાર કરવામાં આવતો હતો.જે અંગેની જાણ કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને થતા તેઓએ કાપોદ્રા પોલીસને સાથે રાખીને રેડ કરી હતી.અને પોલીસે રૂપિયા 1 લાખ 57 હજારનો લિપ બામનો જથ્થો જપ્ત કર્યો હતો.અને નિવિયા કંપનીના બ્રાન્ડનું ડુપ્લિકેશન કરતા પૂર્વેશ ગોરધનભાઈ સોજીત્રા અને વિપુલ નરોત્તમભાઈ કાછડીયાની ધરપકડ કરી હતી.પોલીસે આ ઘટનામાં આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં આ રીતે લિપ બામનો કેટલો જથ્થો બનાવ્યો છે તેમજ ક્યાં અને કેટલો વેચવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.