New Update
સુરતના કતારગામ માંથી દેશી પિસ્તોલ સાથે યુવક ઝડપાયો
આરોપીએ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદી હતી
આરોપી સીંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે
દેશી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળ્યા
ઘટનામાં પોલીસ દ્વારા શરૂ કરાઈ સઘન તપાસ
સુરતના કતારગામ માંથી પોલીસે હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામમાં શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે એક યુવકની તલાશી લીધી હતી,પોલીસ તપાસ દરમિયાન યુવક પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.પોલીસે પ્રદીપ દીનાનાથ વર્માની હથિયાર સાથે ધરપકડ કરી હતી,અને આરોપીની સઘન પૂછપરછ કરી હતી,જેમાં આરોપીએ આ હથિયાર થોડા સમય પહેલા અરવિંદ નામના યુવક પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું.અને આરોપી સીંગણપોર વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલમાં પોલીસે આરોપી પ્રદીપ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને મજૂરી કામ કરતા યુવકે હથિયાર શા માટે ખરીદ્યું હતું અને તેની પાછળનો મનસૂબો શું છે તે અંગેની હકીકત બહાર લાવવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories