સુરત : ઓરિસ્સાથી ટ્રેન મારફતે લવાયેલા 33 કિલો ગાંજા સાથે 5 લોકોની પોલીસે કરી ધરપકડ…

સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

નશાના કાળા કારોબારનો સુરત પોલીસે કર્યો પર્દાફાશ

પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી ઝડપાયો ગાંજો

પોલીસે 33 કિલો ગાંજા સાથે 5 લોકોની ધરપકડ કરી

ઓરિસ્સાથી ટ્રેન મારફતે લાવવામાં આવતો હતો ગાંજો

NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાય

સુરત શહેરના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાંથી પોલીસે 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર તથા જીલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતની પાંડેસરા પોલીસે બાટલી બોય વિસ્તારમાંથી 33 કિલો ગાંજા સાથે 2 મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી પાઇલોટિંગ કરતો હતોજ્યારે અન્ય 4 આરોપીઓ ઓટોરીક્ષામાં ગાંજો લાવતા હતા. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવતા હતા. જોકેગાંજાની સ્મેલ ન આવે તે માટે ગાંજાને કપડામાં બાંધી તેના પર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતા. આ ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે 2 કપલ દ્વારા આ ગાંજો સુરત લાવવામાં આવતો હતો. છેલ્લા 6 મહિનામાં 3 વખત આ રીતે ઓરિસ્સાથી સુરત ગાંજાનો વેપલો ચલાવવામાં આવ્યો હતોત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories