સુરત શહેરમાં ત્રણ ચીટરોનું કારસ્તાન
નકલી વેબસાઈટ બનાવી આચર્યું કૌભાંડ
30 કરોડથી વધુનું દેશવ્યાપી કૌભાંડ
6 આરોપીની પોલીસે કરી ધરપકડ
19 થી વધુ વેબસાઈટ બનાવવામાં આવી હતી
કિચનવેરની જાહેરાત કરી નાણાં પડાવતા હતા
137 ATM કાર્ડ,98 બેંક કીટ 9 QR કોડ કબ્જે કરવામાં આવ્યા
સુરતના સરથાણામાં ત્રણ દુકાન ભાડે રાખીને ત્રણ શાતીર ભેજાબાજોએ ફેસબુક પર બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી હતી,અને કિચનવેર તેમજ ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.સુરતના સરથાણામાં ત્રણ દુકાનો ભાડે રાખીને ત્રણ ભેજાબાજોએ કરોડોની કમાણીનો કારસો રચ્યો હતો.જેમાં સાગર ખુંટ અને તેનો ભાઈ પિયુષ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ટોળકીનું કામ ફ્લિપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઈટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકીને ગ્રાહકોને ઠગતા હતા.આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેમજ બેંકની કિટ આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટ ઉપરાંત ડોક્યુમેન્ટ તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.હાલમાં સરથાણા પોલીસે આરોપી સાગર ખુંટ ,આશિષ હડિયા,સંજય કાતરીયા,પાર્થ સવાણી,દિલીપ પાઘડાળ,યશ સવાણીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે,જ્યારે એક મુખ્ય સૂત્રધાર પિયુષ ખુંટને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.