માસુમ છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો
ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો
નરાધમ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
સીસીટીવી ફૂટેજ,હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સના આધારે ગુન્હો ઉકેલાયો
ક્રાઈમ બ્રાન્ચના 150 જેટલા પોલીસકર્મીઓની મહેનત રંગ લાવી
સુરતના કતારગામમાં માસુમ છ વર્ષીય બાળા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી,આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં ફુટપાથ પર માતા સાથે ઉંઘતી માસુમ છ વર્ષીય બાળકીનું એક હવસખોર અપહરણ કરીને લઇ ગયો હતો,અને અવાવરું જગ્યામાં બાળકી સાથે દુષ્કર્મ આચરીને ગંભીર હાલતમાં બાળાને માતા પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,જ્યારે ઘટના અંગે પોલીસ દ્વારા નરાધમને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
આરોપીની શોધખોળમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના 6 પીઆઇ,12 પીએસઆઇ સહિત 150 જેટલા પોલીસકર્મીનો સ્ટાફ તપાસમાં જોતરાયો હતો,અને પોલીસે અંદાજિત 200 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગોળી આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.જેમાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના વતની અજય વર્માની પોલીસે ધરપકડ કરી હતી,અને આરોપી શેરડીના રસના મશીન પર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું,પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.