સુરત : ઉધનામાં કિશોરીની છેડતી કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરતી પોલીસ,યુવતીના મંગેતરને પણ આપી હતી ધમકી

ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને પટેલ નગરમાં રહેતા વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી,તેમજ તેણીના મંગેતરને પણ ધાકધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો

New Update
  • ઉધના વિસ્તારમાં યુવતીની છેડતીનો મામલો

  • વિધર્મી યુવક અવારનવાર કરતો હતો છેડતી

  • યુવતી અને તેના મંગેતરને પણ યુવકે આપી હતી ધમકી

  • યુવતીની માતાએ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ

  • પોલીસે રોડ રોમિયોગીરી કરતા યુવકની કરી ધરપકડ   

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને પટેલ નગરમાં રહેતા વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી,તેમજ તેણીના મંગેતરને પણ ધાકધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. અને પોલીસે રોડ રોમિયોગીરી કરતા યુવકની ધરપકડ કરી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા ઉધના પટેલ નગરનો મુસ્તફા શેખ ફોલઅપ કરતો હતો.જોકે યુવતીની સગાઈ પણ એક યુવક સાથે થઈ ગઈ હતી. પરંતુ જ્યારે યુવતી તેની માતા અને મંગેતર યુવક વતન જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં મુસ્તફા શેખ સાથે તેમનો ભેટો થયો હતો.

મુસ્તફાએ  કિશોરી અને તેના મંગેતર યુવકને ધાકધમકી આપી હતી.આ ઘટના બાદ યુવતીની માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં મુસ્તફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો.અને રોડ રોમીયોગીરી કરતા મુસ્તફાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.

Latest Stories